કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોનું DA 10% વધશેઃ શુક્રવારે જાહેરાત
તહેવારો પુર્વે કર્મચારીઓ રાજીના રેડ થઇ જશેઃ કેન્દ્રીય કેબીનેટ નિર્ણય લેશેઃ મોંઘવારી ભથ્થુ 80 ટકાથી વધી 90 ટકા થશેઃ 1લી જુલાઇથી અમલીઃ ડીએ વધારાથી સરકારી તિજોરી ઉપર વર્ષે રૂ.11,000 કરોડનો બોજો પડશેઃ અગાઉ 8 ટકા ડીએ વધ્યુ હતુનવી દિલ્હી તા.18 : તહેવારો પહેલા કેન્દ્ર સરકાર પોતાના લાખો કર્મચારીઓને રાજીના રેડ કરી દેવા માંગે છે. કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 10 ટકાનો વધારો કરવા જઇ રહી છે. આ વધારો 1લી જુલાઇથી અમલી બનશે. આનાથી સરકારી તિજોરી ઉપર વર્ષે વધારાના રૂ.11,000 કરોડનો બોજો પડશે.વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વ હેઠળ શુક્રવારે મળનાર કેબીનેટની બેઠકમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ)માં વધારો કરવાના પ્રસ્તાવને મંજુરી આપવામાં આવશે. કેન્દ્ર સરકાર ત્રણ વર્ષ બાદ બે આંકડામાં કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધારી રહી છે. અગાઉ સપ્ટેમ્બર-ર010માં પણ 10 ટકા ડીએ વધારવામાં આવ્યુ હતુ. પ્રસ્તાવ અનુસાર મોંઘવારી ભથ્થામાં 10 ટકાના વધારા બાદ કર્મચારીઓનું ડીએ 80 ટકાથી વધીને 90 ટકા થઇ જશે. આ પહેલા સરકારે એપ્રિલમાં મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો કર્યો હતો.
કેન્દ્ર સરકાર 10 ટકા ડીએ વધારશે એટલે પ0 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 30 લાખ પેન્શન ધારકોને લાભ મળશે. આ વધારાથી કર્મચારીઓ અને પેન્શનરોની ખરીદ શકિત પણ વધશે.
લોકસભાની ર014ની ચૂંટણી પહેલા આ ડીએ વધારાને કેન્દ્ર સરકાર પોતાની તરફનું એક પગલુ ગણાવી રહી છે. સરકારના આ નિર્ણયથી 80 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે એટલુ જ નહી અર્થતંત્રમાં વધુ નાણા લાવવામાં પણ મદદ મળશે. અત્રે એ નોંધનીય છે કે ફુગાવો ઉંચો જતા કર્મચારીઓને મળતુ ડીએ પણ ઉંચુ થયુ છે. એપ્રિલમાં ડીએ 7ર ટકાથી વધારીને 80 ટકા કરવામાં આવ્યુ હતુ જે જાન્યુઆરીથી અમલી બન્યુ હતુ. અત્રે એ પણ નોંધનીય છે કે અખિલ ભારતીય ગ્રાહક ભાવાંક ઉંચો આવતા બેંક અને વિમા કામદારોને મળતુ ડીએ પણ નવેમ્બરમાં ઉંચુ જશે. અત્યારથી મોંઘવારીના એક આંક ઉપરથી 3ર સ્લેબ નક્કી થઇ ગયા છે. કર્મચારી વર્તુળોના જણાવ્યા પ્રમાણે નવેમ્બરમાં ડીએ ઐતિહાસિક વધે તો નવાઇ નહી.
0 Comment ::
Post a Comment